રીવ્યુ અંગેનું હુકુમત ક્ષેત્ર ખુબજ મર્યાદિત હોય છે, ચોક્કસ ભૂલ ન હોય તો મેટરને ગુણદોષ ઉપર સુનવણી કરવા પરવાનગી મળી શકે નહીં.
કરારમાં સુથીની રકમ જપ્ત થવા અંગેની શરત દર્શાવવામાં આવેલ હોય, અને એગ્રીમેન્ટ રદ થાય તો રકમ જપ્ત કરી શકાય છે.
અર્બન એરિયામાં મિલકતોની કિંમત વધી જાય છે તે સંજોગોમાં વરસો પછી સ્પેસીફીક રીલીફ એક્ટની દાદ મંજુર કરી શકાય નહીં.
ડોક્યુમેન્ટને જે સમયે તૈયાર કરવામાં આવેલ હોય ત્યારથી જ તેની ઈફેક્ટ શરૂ થાય છે, રજીસ્ટર્ડ કરવામાં તે સમયથી નહીં.
પક્ષકાર સક્રિય હોય પરંતુ તેનાં એડવોકેટ સક્રિય ન હોય તો, તેની બેદરકારીને કારણે નિર્દોષ પક્ષકારને નુક્શાન થવું ન જોઈએ.