ડેકલેરેસનનાં દાવામાં વાદી કબજેદાર ન હોય તથા કબજો પરત મળવાની દાદ માંગેલ ન હોય તો દાવો મેઈન્ટેનેબલ નથી.
રજીસ્ટર્ડ પાર્ટીશન ડીડથી પાર્ટીશન થવું જરૂરી નથી, પાર્ટીશન અંગે રેકોર્ડ ઓફ રાઈટ્સની એન્ટ્રીઓને પુરાવો માની શકાય છે.
માત્ર બ્લેન્ક પેપર ઉપર સહી કરેલ સ્વીકાર કરવામાં આવેલ તેથી ડોક્યુમેન્ટ તૈયાર કરેલ હોવાનું સ્વીકારેલ છે માની શકાય નહીં.
કબજો પરત મળવાનાં દાવામાં ભાડુઆત વ્યક્તિને મકાનમાલિક તેરીકે સ્વીકાર કરે તેનાં ટાઈટલ અંગે તકરાર લઈ શકે નહીં.
ચેક રીટર્ન અંગે ડીમાન્ડ નોટીસમાં ૧૫ દિવસ કરતા ઓછા દિવસમાં પેમેન્ટ કરવા જણાવેલ હોય તો નોટીસ ઇનવેલીડ નથી.
ખાલી કબ્જાની નોટીસના સમયમાં ચૂકવેલ ભાડાની રકમ માલિક સ્વીકારે તે નોટીસનો હક્ક જતો કરે છે તેમ માની શકાય નહીં.
કોઈ લખાણમાં તે અગ્રીમેન્ટ છે કે દસ્તાવેજ છે તે હકીકત ચોક્કસ થતી નાં હોય ત્યારે પૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરવી અનિવાર્ય છે.