ચાલુ દાવે પ્રતિવાદીનું મૃત્યુ થતાં તેનાં વારસદારો મૂળ પ્રતિવાદીનો દાવા જવાબ સ્વીકાર કરીલે તો દાવો એક તરફી ન થઇ શકે
દાવામાં જયારે બન્ને પક્ષકારો મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરે ત્યારે બર્ડન ઓફ પ્રૂફનો પ્રશ્ન ગૌણ બની જાય છે.
સર્વિસ સમન્સ સાથે દાવાની નકલ અથવા તેના સંક્ષિપ્ત નિવેદનની નકલ સામેલ રાખવી જરૂરી છે. તેને સામેલ રાખવામાં નાં આવે તો સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યા હોવાનું કહી શકાય નહીં.
મૂળ વાદીને દાવામાં સહ-વાદી તરીકે ભાઈને જોડવામાં વાંધો નાં હોય,દાવાનો વિષય એક હોય ત્યારે વાદી તેરીકે જોડી શકાય
કરારનાં વિશિષ્ટ પાલન અંગે વાદી વેચાણ દસ્તાવેજની તારીખે પૈસા ચુકવવા તૈયાર હતો તે સાબિત નાં કરે તો વિશિષ્ટ પાલન માટે હકદાર નથી.
વીલ કરનારે વ્યક્તિગત રીતે વીલને પ્રમાણિત કરતા સાક્ષીઓ પાસે જઈ પ્રમાણિત કરેલ હોય તે કાયદા મુજબ યોગ્ય પ્રમાણીકરણ છે.
કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં.
કોર્ટનાં નિર્ણય વિશે કોઈ શંકા હોય, તો સમગ્ર ચુકાદાને ધ્યાનમાં લેવો જોઈએ, છૂટાછવાયા વાક્ય નિર્ણય ગણી શકાય નહીં.