જે વ્યક્તિ પ્રતિવાદી તરફે મિલ્કતમાં ટાઈટલ હક્ક કલેમ કરતો હોયતો પણ તેને જરૂરી પક્ષકાર તરીકે જોડી શકાય છે.
કરારના વિશિષ્ટ પાલનમાં પ્રતિવાદીના બહેન કરારમાં પક્ષકાર ન હતા પરંતુ દાવાની મિલ્કતમાં તેમનો હક્ક સમાયેલ હોવાનું જણાવેલ. તે દાવામાં નેશેસરી પક્ષકાર નથી.
સાક્ષીની ઉલટ તપાસ દરમ્યાન રેકર્ડ ઉપર રહેલા ઝેરોક્ષ કોપી વાળા ડોક્યુમેન્ટ બતાવી શકાય છે. તેમજ તે ડોક્યુમેન્ટ ઉપર પ્રશ્નો પણ પૂછી શકાય છે. પરંતુ તે ડોક્યુમેન્ટો પુરાવામાં સ્વીકાર્ય થયાનું માની શકાય નહિ.
ટ્રાયલ કોર્ટ એક્ઝીબિટ પડેલા ડોક્યુમેન્ટ ને માત્ર એવા કારણથી ઇગ્નોર કરી ન શકે કે, ડોક્યુમેન્ટરી પુરાવાના સપોર્ટમાં કોઈ મૌખિક પુરાવો રજુ થયેલ નથી.
પાર્ટીશનના દાવામાં વાદી તે સાબિત કરવામાં નિષ્ફળ જાય કે, મિલ્કતો સંયુકત કુટુંબની છે તો પાર્ટીશનનો દાવો રદ થવાને પાત્ર છે.
પાર્ટીશન ડીડના આધારે માંગેલ કબ્જાની દાદ માંગેલ જે પાર્ટીશન ડીડ સાબિત નહી થવાથી કબજો સાબિત શકેલ નહિ તે બર્ડન ઓફ પ્રૂફ પ્રતિવાદી ઉપર શિફ્ટ કરી શકાય નહિ.
અપીલના એડમીશન સ્ટેજે એપેલન્ટ કે તેના વકીલ હાજર ન હોય તો એપેલન્ટ કોર્ટ અપીલ ને મેરીટ ઉપર ડીસમીસ (રદ) કરી શકે નહિ.
કોર્ટે એક્ષ પાર્ટી મનાઈ હુકમ અંગે લાપરવાહી કે ઉતાવળ વગર, તમામ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપીને ઓર્ડેર આપવો જોઈએ.