પક્ષકાર સક્રિય હોય પરંતુ તેનાં એડવોકેટ સક્રિય ન હોય તો, તેની બેદરકારીને કારણે નિર્દોષ પક્ષકારને નુક્શાન થવું ન જોઈએ.
કાયદા મુજબ વેચાણ માટે મૌખિક કરાર વેલીડ છે, તેમછતાં પુરાવાની જવાબદારી તે વ્યક્તિની છે જે આવા મૌખિક કરાર હોવા અંગેનો દાવો કરે છે.
સરકારી જમીન ઉપર રસ્તાનાં હક્કનો દાવો કરવા માટે ૩૦ વર્ષથી રસ્તાનો ઉપયોગ ચાલુ છે તે સાબિત કરવું જરૂરી છે.
કરારના પાલન માટે દસ્તાવેજની સમય મર્યાદા ન હોય તો મિલકતના માલિકનાં અવશાન તારીખથી સમયથી મર્યાદા શરૂ થાય છે