વેચાણ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન ખરીદનારની તરફેણમાં કરી આપવું એ માલિકી અને ટાઈટાલ હક્ક સાબિત કરવા માટે પૂરતું નથી તે અંગે પક્ષકારોનો ઇરાદો નક્કી કરવો જરૂરી છે.
વેચાણ કિંમત ચૂકવ્યા વગરનો સ્થાવર મિલકતનો વેચાણ દસ્તાવેજ રદબાતલ છે, તેને રદબાતલ ઠરાવી આપવા માટે ડેકલેરેશનનો દાવો કરીને પડકારવાની કોઈ જરૂર નથી.
વેચાણ આપનારે જયારે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેણે મિલકતમાં રહેલ ડીફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે.
સહમાલિક મિલકતનાં જે હિસ્સામાં સ્વતંત્ર કબજો ધરાવતો નહોય તે હિસ્સાને બીજી વ્યક્તિને નામે ટ્રાન્સફર કરી શકે નહીં.