Advocate Sandeep Bhatt
  • home
  • About Us
  • Practices
  • Services
  • Contact Us
  • Law Notes
  • Useful Judgments

Succession Act

કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં.

કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં.
Court Name MADHYA PRADESH HIGH COURT
Parties Name Ramprasad vs. Bherulal and another
Judge Name A. G. QURESHI, J.
Date of Judgement 26 – 3 – 1991
Reference Link AIR 1992 MADHYA PRADESH 44
કેસની વિગત :

સદર કેસની વિગતો મુજબ અરજદારે નીચેની કોર્ટમાં ગુજરનારના વિલ અંગે પ્રોબેટ મેળવવા માટેની અરજી દાખલ કરેલ. જે અંગેની પ્રોબેટ મેળવવા અંગે કાર્યવાહીમાં વાન્ધેદાર દ્વારા વીલના ખરાપણા અંગેની તકરાર લેવામાં આવેલ અને જણાવેલ કે જે દસ્તાવેજનાં આધારે પ્રોબેટની માંગણી કરવામાં આવી રહી છે, તે વિલ નથી કારણ કે તે વિલની વ્યાખ્યામાં આવતી નથી. નીચલી અદાલતે સવાલવાળું વિલ એટલે કે શું વિવાદિત દસ્તાવેજ ‘વિલ’ ની વ્યાખ્યામાં આવે છે કે કેમ? તે અંગેનો ઈશ્યુ ફ્રેમ કરીને  તેનાં જજમેન્ટમાં જણાવ્યું હતું કે વાદગ્રસ્ત દસ્તાવેજ વિલના દાયરામાં આવતો નથી, અને તેથી પ્રોબેટ માંગતી અરજી રદ કરેલ. તે ચુકાદા સામેની અપીલમાં નામદાર હાઇકોર્ટ જણાવેલ કે, જો દસ્તાવેજની ભાષા સંપૂર્ણ રીતે વાંચવામાં આવે તો પણ તે ક્યાંય એવું કહેતી નથી કે તે દસ્તાવેજના કરી અપનારના મૃત્યુ પછી તેને અમલમાં લાવવાનું છે. તેથી, દસ્તાવેજ ભારતીય વારસાહ ધિકાર અધિનિયમની કલમ ૨(એચ) જણાવવામાં આવેલ ‘વિલ’ની વ્યાખ્યા -“ વસિયતનામું કરનારનો ઈરાદો દસ્તાવેજનો અમલ કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં હોવો જોઈએ કે તે વસિયતનામું કરનારના મૃત્યુ પછી અમલમાં મૂકવો જોઈએ.” તે મુજબ આવતો નથી. વાદગ્રસ્ત દસ્તાવેજ દસ્તાવેજ તે વ્યાખ્યામાં આવતો નાં હોય. તેથી, દસ્તાવેજમાં વિલની આવશ્યક ઘટક ગેરહાજર હોવાથી, તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના માટે પ્રોબેટ જારી કરી શકાય નહીં. (પારા -૫)

રીલેટેડ પેરેગ્રાફ :

The language of the document itself even if read as a whole does not say anywhere that it is to operate after the death of the document’s author. Therefore, the document does not fall within the definition of a ‘Will’ as defined in S. 2(h) of the Indian Succession Act. Wherein it has been provided that the intention of the testator should be in unequivocal terms while executing a document that it should be carried into effect after the death of the testator. Therefore, the essential ingredient of a will being absent in the document, it could not be treated as a Will and no probate could be issued on the basis of such a document. Therefore, in my opinion, the learned lower court has rightly held that the document in question is not a Will as required under S. 2(h) of the Indian Succession Act and, therefore, the proceedings for grant of probate or letters of administration could not lie. (para-5)

 

Spread the love

Related Posts

Succession Act /

સયુંકત કુટુંબના સભ્યોએ મેહનત કરીને વ્યવસાય કરે તે સયુંકત કુટુંબનો વ્યવસાય ગણાય તથા વ્યવસાયની કમાણીમાંથી મેળવેલ મિલકત પણ સયુંકત કુટુંબની મિલકત ગણાય.

Succession Act /

હિંદુ પત્ની પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ તેનાં બીજા લગ્ન થઇ જવાથી ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી.

Succession Act /

વીલ કરનારે વ્યક્તિગત રીતે વીલને પ્રમાણિત કરતા સાક્ષીઓ પાસે જઈ પ્રમાણિત કરેલ હોય તે કાયદા મુજબ યોગ્ય પ્રમાણીકરણ છે.

Succession Act /

જે વ્યક્તિ કુટુંબના સભ્ય કે વારસદાર નાં હોય તે શક્સેશન સર્ટીફીકેટ રદ કરવાની અરજી લાવી શકે નહી.

‹ કોર્ટનાં નિર્ણય વિશે કોઈ શંકા હોય, તો સમગ્ર ચુકાદાને ધ્યાનમાં લેવો જોઈએ, છૂટાછવાયા વાક્ય નિર્ણય ગણી શકાય નહીં. › જે વ્યક્તિ કુટુંબના સભ્ય કે વારસદાર નાં હોય તે શક્સેશન સર્ટીફીકેટ રદ કરવાની અરજી લાવી શકે નહી.

Categories

  • Criminal
  • Stamp Act
  • Negotiable Instrument Act
  • Limitation Act
  • Specific Relief Act
  • Family Law
  • Succession Act
  • Transfer of Property Act
  • Injunction
  • Law Notes
  • Evidence Act
  • Civil Procedure Code

Back to Top

About Us

  • home
  • Contact Us
  • Practices
  • Services
  • About Us
  • Disclaimer
© Advocate Sandeep Bhatt 2025 - All Rights Reserved