સયુંકત કુટુંબના સભ્યોએ મેહનત કરીને વ્યવસાય કરે તે સયુંકત કુટુંબનો વ્યવસાય ગણાય તથા વ્યવસાયની કમાણીમાંથી મેળવેલ મિલકત પણ સયુંકત કુટુંબની મિલકત ગણાય.
હિંદુ પત્ની પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ તેનાં બીજા લગ્ન થઇ જવાથી ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી.
વીલ કરનારે વ્યક્તિગત રીતે વીલને પ્રમાણિત કરતા સાક્ષીઓ પાસે જઈ પ્રમાણિત કરેલ હોય તે કાયદા મુજબ યોગ્ય પ્રમાણીકરણ છે.
કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં.