કોમર્શીયલ કોર્ટમાં લેણી રકમની વસૂલાત માટેના દાવામાં મનાઈ હુકમની જોગવાઈઓ

નાણાં વસૂલાત માટેના કોમર્શીયલ દાવામાં, મનાઈ હુકમ એ દેવાદારને તેમની સંપત્તિ છુપાવવા, વેચવા અથવા ખસેડવાથી રોકવા માટે ઉપયોગમાં લેવાતો કામચલાઉ કોર્ટનો આદેશ છે. મુખ્ય કાનૂની જોગવાઈઓ સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર ૩૯ (કામચલાઉ મનાઈ હુકમ) અને ઓર્ડર ૩૮ રુલ ૫ ફાઈનલ ચુકાદા પહેલા મિલકતોનું જોડાણ છે. 

કોર્ટમાં, કોમર્સિયલ દાવામાં કોમર્શીયલ કોર્ટ કોમર્શીયલ દેવાની પ્રકૃતિ નક્કી કરે છે અને તે મુજબ વચગાળાનો મનાઈ હુકમ મળશે કે નહીં હકકી કરે છે. જો કોર્ટમાં તે સાબિત થાય કે વાદીનો દાવામાં દર્શાવેલ લેણી નીકળતી એક નિશ્ચિત અને ગણતરી કરેલ રકમ નિર્વિવાદ પણે મેળવવા હક્કદાર છે. તો કોર્ટ વાદીની ફેવરમાં કામચલાઉ મનાઈ હુકમ આપી શકે છે. પરંતુ કોર્ટ સટ્ટાકીય અથવા અપ્રમાણિત દાવાને સુરક્ષિત કરવા માટે મનાઈ હુકમ આપશે નહીં.

કોર્ટ વાણિજ્યિક દેવાની પ્રકૃતિને ચાર પ્રાથમિક પ્રકારોમાં વર્ગીકૃત કરે છે જેથી તે નક્કી કરી શકાય કે કોઈપણ દાવો વચગાળાના મનાઈ હુકમ માટે લાયક છે કે નહીં: 

વાણિજ્યિક દેવાની પ્રકૃતિનાં ચાર પ્રાથમિક પ્રકારો:

૧. પક્ષકારો દ્વારા સ્વીકારાયેલા દેવા:

આ એવા પ્રકારનાં દેવાં હોય છે, જે બંને પક્ષો દ્વારા ચોક્કસ રકમ લખવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે અને ઔપચારિક રીતે સ્વીકારવામાં આવે છે. જેમકે, સહી કરેલ બેલેન્સ શીટ્સ, ઔપચારિક સ્વીકૃતિ પત્રો, અથવા દેવાદાર દ્વારા સહી કરેલ ખાતાવહી. આવા પ્રકારનાં દેવામાં મનાઈ હુકમ મળવાની શક્યતા સૌથી વધુ હોય છે. અદાલતો સરળતાથી વચગાળાનું રક્ષણ આપે છે કારણ કે દેવાદારે પહેલાથી જ સ્વીકાર્યું છે કે પૈસા બાકી છે.

૨. કરાર આધારિત અને ઇન્વોઇસ-આધારિત દેવાં:

આ એવા પ્રકારનાં દેવાંઓમાં ભંગ કરાયેલા વ્યાપારીક કરારો, ચુકવણી કર્યા વિનાનાં ખરીદી ઓર્ડરો, અથવા ક્લિયર કરેલા ટેક્સ ઇન્વોઇસમાંથી બાકી નીકળતા દેવાઓ વિગેરેનો શમાવેશ થાય છે. જેવા કે, સહી કરેલ ડિલિવરી ચલણ સાથે ડિલિવર કરાયેલ માલ, અથવા સ્પષ્ટ કામગીરી પૂર્ણ કરવા સુધીના ચુકવણી શરતો સાથે સેવા કરાર. આવા પ્રકારનાં દેવામાં મનાઈ હુકમ મળવાની શક્યતા સૌથી વધુ હોય છે. અદાલતો સરળતાથી વચગાળાનું રક્ષણ આપે છે કારણ કે, વાદી માલ સામાનની ડિલિવરી અથવા કામગીરીનો પુરાવો બતાવી શકે છે. અદાલતો આવા કિસ્સાને સંપત્તિ સુરક્ષાની જરૂર હોય તેવા સ્પષ્ટ કરાર ભંગ તરીકે જુએ છે.

૩. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા નિશ્ચિતતાના દર્શાવતાં લખાણો:

નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા નિશ્ચિતતાના દર્શાવતાં લખાણો કાનૂની નાણાકીય સામાન્ય રીતે સમર્થિત દેવા કેહવાય છે અને તે કાયદા હેઠળ નાણાંકીય જવાબદારીની સહજ ધારણા ધરાવે છે. જેવા કે, અનાદર કરાયેલા ચેક, ક્રેડિટ પત્રો, બેંક ગેરંટી અથવા પ્રોમિસરી નોટ્સ. આવા પ્રકારનાં દેવામાં મનાઈ હુકમ મળવાની શક્યતા પણ સૌથી વધારે અને ખૂબ જ મજબૂત હોય છે. કેમ કે,કોર્ટ ધારે છે કે દેવું માન્ય છે, જેનાથી સંપત્તિ ફ્રીઝ કરવા અથવા કોર્ટમાં પૈસા જમા કરાવવાના આદેશ માટે માન્ય રાખવાનું ખૂબ સરળ બને છે. 

૪. અનલીક્વીડેટેટ અથવા વિવાદિત નુકસાન: 

એવા દાવાઓ કે જ્યાં બાકી રહેલા ચોક્કસ નાણાં પર પક્ષકારોની સંમતિ થઈ નથી અને સંપૂર્ણ ટ્રાયલ પછી ન્યાયાધીશ દ્વારા ગણતરી કરવી આવશ્યક છે. જેવા કે, અનિશ્ચિત રીતે ગુમાવેલી ભવિષ્યના નફાની રકમ, માનસિક યાતના માટે વળતર અથવા પ્રોજેક્ટ વિલંબ માટે દંડ માટેના દાવાઓ. આવા પ્રકારનાં દાવાઓમાં મનાઈ હુકમ મળવાની શક્યતાઓ સૌથી ઓછી હોય છે. કારણ કે, અદાલતો લગભગ ક્યારેય અનલીક્વીડેટેટ નુકસાન માટે વચગાળાનો મનાઈ હુકમ અથવા સંપત્તિ ફ્રીઝ આપતી નથી, તેનું કારણ એ છે કે , દાવાનાં અંતિમ ચુકાદા સુધી કોઈ દેવું કાયદેસર રીતે અસ્તિત્વમાં હોતું નથી.

મુખ્ય નિયમો અને આવશ્યકતાઓ: 

પ્રાઇમાફેસી કેસ: વાદીએ કોર્ટને ચૂકવવામાં ન આવેલા ભંડોળને વસૂલવાનો મજબૂત, વિશ્વસનીય કાનૂની અધિકાર બતાવવો આવશ્યક છે.

ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન: વાદી દ્વારા એ સાબિત કરવું આવશ્યક છે કે જો, કોર્ટ પ્રતિવાદીને રોકશે નહીં, તો તેઓ તેમના ખાતા ખાલી કરશે અથવા મિલકત વેચી દેશે, અંતિમ ચુકાદો ચૂકવવા માટે કોઈ પૈસા છોડશે નહીં.

સગવડતા અને અગવડતાનું સંતુલન: વાદીએ એ બતાવવું આવશ્યક છે કે પ્રતિવાદીને રોકવાથી તેમને ઓછું નુકસાન થાય છે જેટલું તેમને નાં રોકવાથી અમોને થાય છે.

અપવાદો અને મુક્તિ: 

પ્રી-ઇન્સ્ટીટયુશન મીડિયેશન: 

સામાન્ય રીતે, કોમર્શીયલ અદાલતના કાયદાની કલમ ૧૨ – એ અન્વયે વાદીને દાવો દાખલ કરતા પહેલા મધ્યસ્થી જરૂરી છે.

તાત્કાલિક રાહત – અપવાદ: 

જો વાદીને તાત્કાલિક સંપત્તિ છીનવી લેવાનું રોકવા માટે મનાઈ હુકમ અથવા સંપત્તિ ફ્રીઝની જરૂર હોય, તો આ પ્રકારની પ્રી-ઇન્સ્ટીટયુશન મીડિયેશન પ્રોસેસને ટાળી શકે છે, પરંતુ તેમણે અદાલતમાં ચોક્કસ કારણ સાથે પૂર્વ મંજુરી મેળવવી પડશે.

Spread the love