દાવામાં પ્રતિવાદી પક્ષકાર વાદીનાં દાવાનો સ્વીકાર કરે કે દાવાને સમર્થન કરે તો વાદીની ઊલટતપાસ કરી શકતો નથી
સાક્ક્ષીની વિરુદ્ધનાં દસ્તાવેજના ઉપયોગ કરતી વખતે તેમાં જણાવેલ અસ્પષ્ટતા કે ડીસ્પ્યુટ અંગે સ્પષ્ટતા કરવાની તક આપવી જોઈએ.
રીલીઝ ડીડને સાક્ષીઓ દ્વારા પ્રમાણિત કરવું જરૂરી નથી. તેમજ પ્રમાણિત કરેલ સાક્ષીને વિટનેશ તરીકે તપાસવાની જરૂર નથી.
વાદી તેનાં પ્લીડિંગ મુજબ સદર વેચાણ દસ્તાવેજ બનાવટી અને ફ્રોડ છે. તથા તે દસ્તાવેજની અમલવારી પક્ષકારો વચ્ચે કરવાની ન હતી. તે અંગે સાબિતી માટે વાદી મૌખિક પુરાવો રજુ કરવા હક્કદાર છે.
દતકપુત્ર દ્વારા ગુજ. પિતાની મિલકતના એકમાત્ર વારસદાર તરીકે દાવો કરેલ. જે માટે દતકપુત્રએ સ્વતંત્ર પુરાવાઓથી દતક હોવાનું સાબિત કરવું પડે છે.
સાક્ષીની ઉલટ તપાસ દરમ્યાન રેકર્ડ ઉપર રહેલા ઝેરોક્ષ કોપી વાળા ડોક્યુમેન્ટ બતાવી શકાય છે. તેમજ તે ડોક્યુમેન્ટ ઉપર પ્રશ્નો પણ પૂછી શકાય છે. પરંતુ તે ડોક્યુમેન્ટો પુરાવામાં સ્વીકાર્ય થયાનું માની શકાય નહિ.
ટ્રાયલ કોર્ટ એક્ઝીબિટ પડેલા ડોક્યુમેન્ટ ને માત્ર એવા કારણથી ઇગ્નોર કરી ન શકે કે, ડોક્યુમેન્ટરી પુરાવાના સપોર્ટમાં કોઈ મૌખિક પુરાવો રજુ થયેલ નથી.
દાવામાં સેકન્ડરી એવીડન્સ તરીકે રજુ કરેલ દસ્તાવેજોની ઝેરોક્ષ નકલના અસલ સ્ત્રોત વિના પુરાવા તરીકે ધ્યાને લઈ શકાય નહી.