કાયદા મુજબ વેચાણ માટે મૌખિક કરાર વેલીડ છે, તેમછતાં પુરાવાની જવાબદારી તે વ્યક્તિની છે જે આવા મૌખિક કરાર હોવા અંગેનો દાવો કરે છે.
સરકારી જમીન ઉપર રસ્તાનાં હક્કનો દાવો કરવા માટે ૩૦ વર્ષથી રસ્તાનો ઉપયોગ ચાલુ છે તે સાબિત કરવું જરૂરી છે.
કરારના પાલન માટે દસ્તાવેજની સમય મર્યાદા ન હોય તો મિલકતના માલિકનાં અવશાન તારીખથી સમયથી મર્યાદા શરૂ થાય છે
અનરજીસ્ટર પાર્ટનરશીપનો પાર્ટનર પેઢીની મિલકતમાં સહ માલિકી હક્ક માટે બીજા પાર્ટનર સામે દાવો લાવી શકે છે.