સંયુક્ત કુટુંબની મિલકતમાંથી એક સભ્ય પોતાનો હિસ્સો જતો કરે તેનાથી સામાન્યતઃ પાર્ટીશનમાં કોઈ અસર થતી નથી.
ડેકલેરેસનનાં દાવામાં વાદી કબજેદાર ન હોય તથા કબજો પરત મળવાની દાદ માંગેલ ન હોય તો દાવો મેઈન્ટેનેબલ નથી.
રજીસ્ટર્ડ પાર્ટીશન ડીડથી પાર્ટીશન થવું જરૂરી નથી, પાર્ટીશન અંગે રેકોર્ડ ઓફ રાઈટ્સની એન્ટ્રીઓને પુરાવો માની શકાય છે.
કબજો પરત મળવાનાં દાવામાં ભાડુઆત વ્યક્તિને મકાનમાલિક તેરીકે સ્વીકાર કરે તેનાં ટાઈટલ અંગે તકરાર લઈ શકે નહીં.
ખાલી કબ્જાની નોટીસના સમયમાં ચૂકવેલ ભાડાની રકમ માલિક સ્વીકારે તે નોટીસનો હક્ક જતો કરે છે તેમ માની શકાય નહીં.