અપીલના એડમીશન સ્ટેજે એપેલન્ટ કે તેના વકીલ હાજર ન હોય તો એપેલન્ટ કોર્ટ અપીલ ને મેરીટ ઉપર ડીસમીસ (રદ) કરી શકે નહિ.
ચાલુ દાવે પ્રતિવાદીનું મૃત્યુ થતાં તેનાં વારસદારો મૂળ પ્રતિવાદીનો દાવા જવાબ સ્વીકાર કરીલે તો દાવો એક તરફી ન થઇ શકે
સર્વિસ સમન્સ સાથે દાવાની નકલ અથવા તેના સંક્ષિપ્ત નિવેદનની નકલ સામેલ રાખવી જરૂરી છે. તેને સામેલ રાખવામાં નાં આવે તો સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યા હોવાનું કહી શકાય નહીં.
મૂળ વાદીને દાવામાં સહ-વાદી તરીકે ભાઈને જોડવામાં વાંધો નાં હોય,દાવાનો વિષય એક હોય ત્યારે વાદી તેરીકે જોડી શકાય
કોર્ટનાં નિર્ણય વિશે કોઈ શંકા હોય, તો સમગ્ર ચુકાદાને ધ્યાનમાં લેવો જોઈએ, છૂટાછવાયા વાક્ય નિર્ણય ગણી શકાય નહીં.