નવો દાવો લાવવાની પરવાનગી સાથે ચાલુ દાવો પરત ખેંચવાની અરજી અન્વયે કોર્ટ માત્ર દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, કોર્ટ સદર અરજીને રદ કરી શકે છે.
મિલકતના કબજાના આધારે મનાઈ હુકમ માટે દાવો ફક્ત સિવિલ કોર્ટ દ્વારા જ નક્કી કરી શકાય છે, કબજા સંબંધિત વિવાદોના સંદર્ભમાં મનાઈ હુકમ આપવા માટે જમીન મહેસૂલ કાયદા હેઠળ કોઈ પદ્ધતિ નિર્ધારિત નથી.
કોર્ટે પક્ષકારોને પુરાવા રજૂ કરવા અને પોતાનો કેસ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવા વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.
કબજા અંગેનાં કાયમી મનાઈ હુકમ માટેનો દાવામાં ચાલુ દાવે પ્રતિવાદી વાદીનો કબજો છોડાવે તો કબજાની દાદ આપવાની કોર્ટને સત્તા છે
જે વ્યક્તિ પ્રતિવાદી તરફે મિલ્કતમાં ટાઈટલ હક્ક કલેમ કરતો હોયતો પણ તેને જરૂરી પક્ષકાર તરીકે જોડી શકાય છે.
કરારના વિશિષ્ટ પાલનમાં પ્રતિવાદીના બહેન કરારમાં પક્ષકાર ન હતા પરંતુ દાવાની મિલ્કતમાં તેમનો હક્ક સમાયેલ હોવાનું જણાવેલ. તે દાવામાં નેશેસરી પક્ષકાર નથી.
પાર્ટીશનના દાવામાં વાદી તે સાબિત કરવામાં નિષ્ફળ જાય કે, મિલ્કતો સંયુકત કુટુંબની છે તો પાર્ટીશનનો દાવો રદ થવાને પાત્ર છે.
પાર્ટીશન ડીડના આધારે માંગેલ કબ્જાની દાદ માંગેલ જે પાર્ટીશન ડીડ સાબિત નહી થવાથી કબજો સાબિત શકેલ નહિ તે બર્ડન ઓફ પ્રૂફ પ્રતિવાદી ઉપર શિફ્ટ કરી શકાય નહિ.