દાવામાં પ્રતિવાદી પક્ષકાર વાદીનાં દાવાનો સ્વીકાર કરે કે દાવાને સમર્થન કરે તો વાદીની ઊલટતપાસ કરી શકતો નથી
પુરાવા અધિનિયમ, ૧૮૭૨ની કલમ ૧૩૭, ૧૩૮ – ઊલટતપાસ અંગે વિરોધી પક્ષનાં અધિકાર સબંધે છે. પરનું જે પક્ષને દાવામાં પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યો છે, જો તે વાદીના કેસને ટેકો આપે તેથી તે વિરોધી પક્ષ ન હોવાથી, વાદીની ઊલટતપાસ કરી શકતો નથી.
પુરાવા અધિનિયમની ઉપરોક્ત જોગવાઈઓની જોતા એ બાબત સ્પષ્ટ છે કે, વિરોધી પક્ષને સાક્ષીની ઊલટતપાસ કરવા માટે, જણાવવું આવશ્યક છે. કારણ કે, ઊલટતપાસ માંગનાર પક્ષ ‘વિરોધી પક્ષ’ છે. પરંતુ માત્ર દાવાનાં શીર્ષકમાં પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યો છે, તે પક્ષને વિરોધી પક્ષ તરીકે ઓળખાવી શકાતો નથી, સિવાય કે તે ખરેખર વાદીનાં વિરોધ કરતો હોય. જો કોઈ પક્ષ વાદીનો કેસ સ્વીકારે છે, તો વાદી અને તે પક્ષ વચ્ચે કોઈ વિરોધ નથી અને આવા પ્રતિવાદીને ‘વિરોધી પક્ષ’ તરીકે ઓળખાવી શકાય નહીં અને તેથી, તે વાદીની ઉલટતપાસ કરવાનો હકદાર રહેશે નહીં.
Case Law: Hussens Hasanali Pulavwala vs. Sobbirbhai Hasanali Pulavwala and others