અવેજ કિંમત દ્વારા સ્થાવર મિલકતના સંયુક્ત ટ્રાન્સફર અંગેની જોગવાઈ
મિલકત ટ્રાન્સફર અધિનિયમ, ૧૮૮૨ ની કલમ ૪૫, અવેજ દ્વારા સ્થાવર મિલકતના સંયુક્ત ટ્રાન્સફર સાથે સંબધિત છે. જેમાં જણાવાયું છે કે જ્યારે મિલકત બે કે તેથી વધુ લોકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારે તેમના હિસ્સા તેમણે ચૂકવેલી ખરીદી કિંમતના પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો તેમણે ચૂકવેલી ખરીદ કિંમત સામાન્ય ભંડોળમાંથી ચુકવવામાં આવે છે, તો તેમના હિતો તે ભંડોળમાં તેમના સંબંધિત હિસ્સાના પ્રમાણસર હશે. જો અલગ ભંડોળમાંથી આવે છે, તો તેમના હિતો તેમણે જે અલગ ભંડોળમાંથી રકમ ચુકવે તેના પ્રમાણસર હશે. અને જો કોઈ પુરાવા ન હોય કે કેવી રીતે કિંમત ચૂકવવામાં આવી હતી, તો તેમનાં સમાન હિતો હોવાનું માનવામાં આવે છે.
કલમ ૪૫ ના મુખ્ય ધટકો:
હિસ્સા મુજબ માલિકી: વિપરીત કરારની ગેરહાજરીમાં, દરેક વ્યક્તિઓ તેમણે ફાળો આપેલ ખરીદી કિંમતની રકમના પ્રમાણમાં મિલકતના હિસ્સા માટે હકદાર છે.
સામાન્ય ભંડોળ: જો ખરીદીની રકમ સામાન્ય ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે, તો મિલકતમાંના હિસ્સા ભંડોળમાં તેમના સંબંધિત હિસ્સાના પ્રમાણે હોય છે.
અલગ ભંડોળ: જો ખરીદીની રકમ અલગ ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે, તો મિલકતમાંના હિસ્સા દરેક વ્યક્તિ દ્વારા ચુકવવામાં આવેલી રકમના પ્રમાણમાં હશે.
સમાનતાની ધારણા: વિપરીત પુરાવાની ગેરહાજરીમાં, એવું માનવામાં આવે છે કે વ્યક્તિઓ મિલકત માટે સમાન રીતે હકદાર છે.
પેરોલ પુરાવા નિયમનો અપવાદ: કલમ ૪૫ ખરીદી કિંમતમાં વાસ્તવિક યોગદાન સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવાની મંજૂરી આપે છે, ભલે ટ્રાન્સફર દસ્તાવેજમાં બહુવિધ સહ-માલિકોનું નામ સમાન રીતે હોય. આ સામાન્ય નિયમના અપવાદ તરીકે કાર્ય કરે છે કે, લેખિત દસ્તાવેજ ટ્રાન્સફરની શરતોનો એકમાત્ર પુરાવો છે.