નવો દાવો લાવવાની પરવાનગી સાથે ચાલુ દાવો પરત ખેંચવાની અરજી અન્વયે કોર્ટ માત્ર દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, કોર્ટ સદર અરજીને રદ કરી શકે છે.
દાવામાં પ્રતિવાદી પક્ષકાર વાદીનાં દાવાનો સ્વીકાર કરે કે દાવાને સમર્થન કરે તો વાદીની ઊલટતપાસ કરી શકતો નથી
મિલકતના કબજાના આધારે મનાઈ હુકમ માટે દાવો ફક્ત સિવિલ કોર્ટ દ્વારા જ નક્કી કરી શકાય છે, કબજા સંબંધિત વિવાદોના સંદર્ભમાં મનાઈ હુકમ આપવા માટે જમીન મહેસૂલ કાયદા હેઠળ કોઈ પદ્ધતિ નિર્ધારિત નથી.
કોર્ટે પક્ષકારોને પુરાવા રજૂ કરવા અને પોતાનો કેસ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવા વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.
વેચાણ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન ખરીદનારની તરફેણમાં કરી આપવું એ માલિકી અને ટાઈટાલ હક્ક સાબિત કરવા માટે પૂરતું નથી તે અંગે પક્ષકારોનો ઇરાદો નક્કી કરવો જરૂરી છે.
વેચાણ કિંમત ચૂકવ્યા વગરનો સ્થાવર મિલકતનો વેચાણ દસ્તાવેજ રદબાતલ છે, તેને રદબાતલ ઠરાવી આપવા માટે ડેકલેરેશનનો દાવો કરીને પડકારવાની કોઈ જરૂર નથી.