બીજાની માલિકીની મિલકતમાંથી રસ્તાનો હક્ક સાબિત કરવા માટેનાં આવશ્યક તત્વો..
| બીજાની માલિકીની મિલકતમાંથી આવવા-જવાનો એટલે કે ઈઝમેન્ટ ઓફ રાઈટ ટુ વે (રસ્તાનો હક્ક) સાબિત કરવા માટે નીચે મુજબનાં આવશ્યક તત્વો પુરવાર કરવા અનિવાર્ય છે.. | |
| Court Name | MADHYA BHARAT HIGH COURT |
| Parties Name | Phoolchand Narayandas and another Vs. Murarilal Nathulal |
| Judge Name | S.Shinde |
| Date of Judgement | 13-11-1950 |
| Reference Link | AIR 1951 MADHYA BHARAT 89 |
| કેસની વિગત :
(૧) રસ્તામાં ચાલવાના અધિકારનો પ્રત્યક્ષ રીતે ઉપયોગ થતો હોવો જોઈએ. (૨) રસ્તાનો ચાલવાનો અધિકાર પ્રત્યક્ષ રીતે ખોલ્લો હોવો જોઈએ. (૩) રસ્તા પર ચાલવાનો અધિકાર શાંતિમય હોવો જોઈએ. (૪) રસ્તા પર આવવા-જવાનો હક્ક પુરતો જ તેનો ઉપયોગ થતો હોવો જોઈએ. (૫) તે વ્યક્તિ તેના આ હક્કનો ઉપયોગ કરતો હોવો જોઈએ. (૬) તેનો ઉપયોગ વચ્ચે બંધ થયેલ ન હોવો જોઈએ. (૭) તે રસ્તાનો ઉપયોગ છેલ્લા વીસ વર્ષથી થતો હોવો જોઈએ. જ્યાં સુધી આ આવશ્યક તત્વો પુરવાર ના થાય ત્યાંસુધી કોઈ વ્યક્તિ બીજાની મિલકતમાંથી તે ઈઝમેન્ટ હક્ક માગી શકે નહિં. રીલેટેડ પેરેગ્રાફ : Basic ingredients a right of way can be acquired easement it is necessary to prove under Section 15 of the Indian Easements Act -1882. |
|