ચાલુ દાવે પ્રતિવાદીનું મૃત્યુ થતાં તેનાં વારસદારો મૂળ પ્રતિવાદીનો દાવા જવાબ સ્વીકાર કરીલે તો દાવો એક તરફી ન થઇ શકે
| દાવો ચાલુ હોઈ અને પ્રતિવાદીનું મૃત્યુ થતાં તેનાં વારસદારો મૂળ પ્રતિવાદીએ આપેલ દાવા જવાબનો સ્વીકાર કરેલ હોય તો તેમની વિરુદ્ધ દાવો એક તરફી ઓર્ડર ન થઇ શકે. | ||
| Court Name | JHARKHAND HIGH COURT | |
| Parties Name | Raj Kumar Sogani and Ors. vs. Nand Kishore Khandelwal and Ors. | |
| Judge Name | SHREE CHANDRASHEKHAR, J. | |
| Date of Judgement | 10 – 5 – 2018 | |
| Reference Link | AIR 2018 JHARKHAND 172 | |
| કેસની વિગત :
સી.પી.સી.નાં ઓર્ડર XXII, નિયમ 4(2) હેઠળ, પ્રતિવાદીના કાનૂની પ્રતિનિધિ વધારાનું લેખિત નિવેદન ફાઇલ કરી શકે છે, પરંતુ મૂળ પ્રતિવાદીનાં વારસદાર અગાઉથી મૂળ પ્રતિવાદી દ્વારા દાખલ કરાયેલ લેખિત નિવેદનને સ્વીકાર કરવાનું પસંદ કરી શકે છે અને તે જ આધાર પર કે કાનૂની પ્રતિનિધિ પ્રતિવાદી વધારાનું લેખિત નિવેદન દાખલ કરવામાં નિષ્ફળ ગયો છે, તેમ માનીને આવા કાનૂની પ્રતિનિધિ સામે એક પક્ષીય સુનાવણી માટે દાવો ઓર્ડેર કરી શકાય નહી. (para-5) રીલેટેડ પેરેગ્રાફ :
|
||